ગુજરાતે કરી નૂતન વર્ષની સ્વચ્છ શરૂઆત..!
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત ગુજરાતે ફરી એકવાર દેશભરમાં ઉભી કરી પોતાની સ્વચ્છ ઓળખ. માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે અમદાવાદ અને સાણંદે 'સ્વચ્છ શહેર જોડી' તરીકે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મેળવ્યો #SwachhSurvekshanAwards. આ સાથે જ, 'સુપર સ્વચ્છ લીગ' કેટેગરીમાં સુરતે દેશમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું તેમજ વડોદરાએ પ્રાપ્ત કરી રાજ્યના સૌથી સ્વચ્છ શહેર તરીકેની સિદ્ધિ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાગરિકોની સક્રિય ભાગીદારી અને પ્રશાસનની અથાક મહેનતના ફળસ્વરૂપે સ્વચ્છ, સુંદર અને હરિયાળા રાજ્યના મોડેલ સ્ટેટ બનેલ ગુજરાતના તમામ સફાઈ કર્મીઓ, વહીવટી તંત્ર અને સ્વચ્છતા બાબતે જાગૃત નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન..!
નર્મદા નદીના પાવન કિનારે હજારો દીવાઓની ઝળહળતી જ્યોત અને ગુંજતા મંત્રોચ્ચાર વચ્ચે વહે છે ભક્તિનો પ્રવાહ.
માં રેવાને સમર્પિત મહાઆરતીમાં સહભાગી થવા એકતાનગરની મુલાકાત લઈ દિવ્ય શાંતિ અને અલૌકિક ઊર્જાનો અદભુત અનુભવ કરો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના નૂતન વર્ષના અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે અમદાવાદ સ્થિત પોલીસ ઓફિસર્સ મેસ ખાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે ઉપસ્થિત રહી શહેરના શ્રેષ્ઠીઓ, વિવિધ વર્ગના નાગરિકો તથા અન્ય નગરજનો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત 2083ના પ્રારંભે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી માતાના મંદિરે દર્શન-પૂજન કરીને રાજ્યના અવિરત વિકાસ અને પ્રજાજનોના સુખ, સમૃદ્ધિ અને સર્વાંગી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની મુલાકાત લઈને આજથી શરૂ થતા નૂતન વર્ષની મંગલ શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નૂતન વર્ષના પાવન પર્વે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની રાજભવન ખાતે મુલાકાત લઈ નવવર્ષની શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલ ખાતે સામાન્ય નાગરિકો, નિવૃત અને વર્તમાન વરિષ્ઠ સચિવશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા અન્ય મહાનુભાવો સાથે શુભેચ્છાઓની આપ-લે કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સવંત 2083ના નૂતન વર્ષના પ્રથમ દિવસે અડાલજ ત્રિમંદિરમાં જઈને સીમંધર સ્વામી સહિત દેવ-દેવીઓના દર્શન-પૂજન કર્યા હતા તેમજ સૌના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી તથા રાજ્યના અવિરત વિકાસ ની પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ત્રિમંદિરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પણ મળ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ભક્તિભાવપૂર્વક દર્શન-પૂજનથી કર્યો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સૌ નાગરિકોના સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય જીવનની પ્રાર્થના કરી હતી અને મંદિર પરિસર માં દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, વિકસિત ભારત અને નશામુક્ત ભારત માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સંકલ્પને સાકાર કરવામાં વિકસિત ગુજરાત અને નશા મુક્તગુજરાત માટે સૌ સાથે મળીને નૂતન વર્ષે સંકલ્પ કરીએ.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજિત ₹1024 કરોડના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા તેમજ આવાસોના કોમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્વારા લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા.
આ અવસરે અમદાવાદ ટુરિઝમના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શહેરની સ્વચ્છતામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સફાઈ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સુવિધાસભર ઘરની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદના જોધપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત આધુનિક નોલેજ હબનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હજારો પુસ્તકો, ડિજિટલ વાંચન સુવિધાઓ તેમજ અભ્યાસ અને સંશોધનની આધુનિક વ્યવસ્થાઓથી સજ્જ આ કેન્દ્ર વિદ્યાર્થીઓ અને જ્ઞાનપ્રેમી નાગરિકો માટે જ્ઞાનવૃદ્ધિના નવા અવસરો પૂરા પાડશે.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઈસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીના નવનિર્મિત એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ 6-લેન એલિવેટેડ કોરિડોરથી અમદાવાદના નાગરિકો માટે ટ્રાફિક પ્રવાહ સુગમ બનશે, ઈંધણની મોટી બચત થશે તેમજ મુસાફરી વધુ સુરક્ષિત બનશે.
LIVE: અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસોનો ડ્રો કાર્યક્રમ. xitter.twitterapi.xyz/i/broadcasts/2YRENozqV…
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસનો ઉત્સવ ઉજવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વોકલ ફોર લોકલ' વિઝનને સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના હુનરમંદ કારીગરોને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે આવો, આપણે સૌ સ્થાનિક ચીજવસ્તુઓ અપનાવીને તેમના કસબને બિરદાવીએ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપીએ.
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુખ-શાંતિ-સમૃદ્ધિનો દીપક પ્રગટાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
શુભ દીપાવલી..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે 'પ્રગતિના પંચામૃત' અભિગમ થકી વિકાસ અને જનકલ્યાણનો દીપ પ્રગટાવ્યો છે.
આવો, દીપાવલી મહાપર્વને સ્વદેશીના સ્વીકાર, સ્વાવલંબનના સંકલ્પ અને સૌના સાથથી સમૃદ્ધિનો ઉત્સવ બનાવીએ.













































